|
::
COMMUNITY NEWS :: |
|
|
|
:: SEEK GUIDANCE ON :: |
|
|
|
:: KIDS :: |
|
|
| :: FAMILY :: |
|
|
|
:: GENERAL :: |
|
|
|
|
|
|
|
| By : GujaratiChristians.com Editorial Team on Thursday, June 24, 2010 |
|
બી મા માત્ર વિશ્વાસ રાખ.( કલમ 5) |
|

|
|
| |
બી મા માત્ર વિશ્વાસ રાખ.( કલમ 5)
માર્કની લખેલી સુવાર્તા એનો પાંચમો અધ્યાય વાંચો. પ્રભુ ઈસુના ચમત્કારોની વાત અહીં વિગતવાર કરવામાં આવી છે. માણસનો દીકરો અને પ્રભુ અહીં લોકોથી ઘેરાયેલો રહે છે. ભૂત વળગેલા માણસને સાજો કરે છે (કલમ 13). રકતસ્ત્રાવવાળી સ્ત્રીને સાજાપણું આપે છે. આ અધ્યાયમાં પ્રભુ ઈસુએ તેમના ઈશ્વરત્વનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. દરેક વખતે પ્રભુના ઈશ્વરત્વની સાથે આપણો તેના ઉપરનો વિશ્વાસ અગત્યનો ભાગ ભજવે છે. દરેક ચમત્કાર વખતે લોકોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો અને પ્રભુએ લોકોને કહ્યું કે વિશ્વાસ કરનારને બધુંજ શક્ય છે. લોકો તેમના સંદેશાથી તેમના જ્ઞાનથી અચરજ પામતા હતા. દેવની વાતો અને ઈશ્વરના રાજ્ય વિશેની ગહન વાતો સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ જતા હતા. હવે માથ્થી 28 :20 વાંચો. એમાં લખ્યું છે કે, જગતના અંત સુધી સર્વકાળ હું તમારી સાથે છું. પ્રભુ ઈસુ એ કેટ્લું મોટું વચન અહીં આપણને આપી દીધું. જીવનના કોઈપણ સમયે કોઈપણ સંજોગોમાં ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ ગુમાવી ન દઈએ પરંતુ ઈશ્વર આપણને સંભાળશે તેવો વિશ્વાસ રાખીએ.
આવતીકાલને માટે ચિંતા ન કરીએ. કારણ કે, આપણા ઈશ્વર બધા અઘરા કામોને સહેલા બનાવી શકે છે. કારણ કે, ઈશ્વર દરેક સમયે આપણને સંભાળે છે. એ સર્વ દુ:ખો માંથી વિકટ પરિસ્થિતિઓમાંથી આપણને હેમખેમ પાર ઉતારવાને શક્તિમાન છે. આપણે માત્ર તેમની ઉપર વિશ્વાસ રાખીએ.
હવે યોહાન 4 :50 વાંચો. ઈસુ તેને કહે છે કે ચાલ્યો જા. તારો દીકરો જીવતો રહ્યો છે. જે વાત ઈસુ એ તેને કહી તે પર વિશ્વાસ કરીને તે ચાલ્યો ગયો. હવે માર્ક 11: 24 વાંચો. તેમાં લખ્યું છે કે, પ્રાર્થના કરતાં સર્વ તમે માંગો છો તે અમે પામ્યા છીએ તેવો વિશ્વાસ રાખો તો તે તમને મળશે.
આપણી તમામ અરજો ગરજો ઈશ્વરને જણાવીએ અને જ્યાં સુધી વિશ્વાસ ન આવે ત્યાં સુધી ખંતથી પ્રાર્થના કરીએ. સતત પ્રાર્થના કરવાથી અજાયબ રાહતની લાગણી મળશે. જેમ જેમ પ્રાર્થના કરશો એટલે શેતાન તમને ભમાવશે કે, જુઓ તમારો ઈશ્વર તમને જવાબ આપતો નથી. પરંતુ આપણે આ બધી બાબતો ને ભૂલી જઈએ અને શેતાન ને પાછો હડસેલો મારીએ. આપણા જીવંત તારનાર પર વિશ્વાસ રાખીએ. કારણ કે વિશ્વાસથી માંગનારને પ્રભુ બધું જ પૂરું પાડે છે.
જ્યોર્જ મૂલરે કહ્યું છે કે , The beginning of anxiety is the end of faith and the beginning of true faith is the end of anxiety. એટલે કે આશંકા અથવા અવિશ્વાસ એ ઈશ્વર પ્રત્યેના વિશ્વાસનો અંત એ સાચા વિશ્વાસની શરુઆત છે.
પ્રભુ આપણને તેના વિશ્વાસમાં વધારે દ્રઢ કરે તેવી પ્રાર્થના વિશ્વાસથી કરીએ.
(Gujarati Christians Editorial Team)
|
|
| 38 Views
- Comments(0) | Post a comment
|
|
|
|
| |
|
|
|
|
|